અંગ્રેજીમાં વાત કર, જાણે સામે સાચા શિક્ષક બેઠા હોય

AI શિક્ષક સાથે મન ખોલીને વાત કર: એ તારી વાત સાંભળે અને ભૂલો તરત સુધારે. સાથે રમતોની એવી દુનિયા કે ત્રીજા દિવસે જ શીખવાનું છોડી દેવાનું મન ન થાય.

કાર્ડની જરૂર નથી. બસ બે મિનિટમાં પહેલો પાઠ શરૂ કર.

Tutoro ટ્યુટરનો વિકલ્પ જ નહીં, એમના કરતાં વધુ સારું પણ કેમ છે?

Tutoro સાથે અંગ્રેજી બોલવાની, સાંભળવાની અને વાંચવાની પ્રેક્ટિસ કર, જાણે શિક્ષક સાથે બેસીને શીખતો હોય.

  • મહિને $400

    મફત

  • અઠવાડિયામાં બે ક્લાસ

    24/7

  • શિક્ષકનો અભ્યાસક્રમ

    તારા પ્રમાણે ઢળે

  • સાચા પાઠ જેવો અનુભવ, બોલીને શીખ

    તું બોલ, શિક્ષક જવાબ આપે, સમજાવે અને વાત આગળ વધે તેમ પ્રેક્ટિસ પણ કરાવે.

  • દરેક પરિસ્થિતિ માટે પ્રેક્ટિસ કર

    નોકરીનો ઇન્ટરવ્યૂ આપ, ડૉક્ટર સાથે વાત કર, સાહસિક વાર્તાનો ભાગ બન કે પછી તારો પોતાનો પ્રસંગ રચ.

  • કોની સાથે વાત કરવી છે? તું પસંદ કર

    દરેક શિક્ષકનો બોલવાનો લહેજો અને સ્વભાવ અલગ. જેની સાથે વાત કરવાની મજા આવે, એને પસંદ કર.

  • ક્યાં સુધારવું એ તરત સમજાય

    દરેક પાઠ પછી તારો સ્કોર જો અને કઈ ભૂલો વારંવાર થાય છે એ જાણ.

  • શબ્દો જે યાદ રહી જાય

    તું શબ્દો ભૂલી જાય એ પહેલાં નાની રમતોમાં એમની ફરી પ્રેક્ટિસ કર, પાકા યાદ રહી જાય ત્યાં સુધી.

  • બસ સ્ક્રોલ નહીં, પગલે પગલે શીખ

    દરેક પાઠ સાથે નકશા પર આગળ વધ, એક દુનિયા પૂરી કર એટલે આગળની ખૂલી જશે.

  • લેવલ વધાર. સાચે જ!

    તારું પાત્ર બનાવ. દરેક પાઠ સાથે એનું લેવલ વધે છે અને એ ઉપરની લીગમાં આગળ વધે છે.

પાઠ

તારા માટે હંમેશાં તૈયાર શિક્ષક

તારા સ્તરને અનુરૂપ 10 મિનિટના પાઠ, તને ફાવે ત્યારે શીખ. મોટાભાગના કોર્સમાં બોલવાની પ્રેક્ટિસ રહી જાય છે, અહીં દરેક પાઠમાં વાત કરતાં કરતાં જ શીખવાનું છે.

  • તારો શિક્ષક પસંદ કર

    તને ગમતા ઉચ્ચાર અને સ્વભાવવાળા શિક્ષક પસંદ કર. મન બદલાય તો એક ટૅપમાં બીજા શિક્ષક પાસે શીખવાનું શરૂ કર.

  • વાત શરૂ કર

    વાતચીત કરતાં કરતાં શિક્ષક તને નાનાં નાનાં કામ આપીને પ્રેક્ટિસ કરાવે છે. ન ગોખવાનું, ન બોર્ડ પર લખેલા નિયમો ભણવાના.

  • તારું પરિણામ જો

    તારા દરેક જવાબ પછી શિક્ષક ભૂલો સુધારે છે. છેલ્લે રિપોર્ટમાં જોઈ લે કે હજુ ક્યાં વધુ પ્રેક્ટિસની જરૂર છે.

  • નકશામાં આગળ વધ

    XP કમા અને નકશા પર આગળનું સ્થળ ખોલ. જે શબ્દો શીખવામાં મુશ્કેલી પડે છે, એની પ્રેક્ટિસ પછી રમતમાં કરીશ.

  • બોલવું

  • સાંભળવું

  • વાક્યોમાં શબ્દોનો ઉપયોગ

  • નિયમો ગોખ્યા વગર વ્યાકરણ

પાઠ જોઈ લે

20+ શિક્ષકો સાથે જુદી જુદી પરિસ્થિતિઓમાં અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ કર

બોલ, ટાઇપ કર અને પ્રેક્ટિસ કર. તારા AI શિક્ષક તરત ભૂલો સુધારે છે, જેથી તું રોજિંદી કોઈ પણ પરિસ્થિતિમાં વિશ્વાસથી અંગ્રેજી બોલી શકે.

  • Sophia

  • Margaret

  • કાઈ

વધુ

  • અવાજનું રેકોર્ડિંગ

    I'd like a table for two, please.

  • જવાબ ટાઇપ કર

    Could we sit by the window?

  • વાક્ય બનાવ

    Seven o clock works for us

તારું પાત્ર બનાવ અને મનગમતો દેખાવ આપ

રમતનું મુખ્ય પાત્ર તું હોય ત્યારે શીખવામાં પણ રમવાની મજા આવે. તારું પાત્ર બનાવ અને શીખતાં શીખતાં તેના માટે નવાં કપડાં અને ઍક્સેસરીઝ મેળવ.

  • ચશ્માં

  • ટોપીઓ

  • ઉપરનાં કપડાં

  • નીચેનાં કપડાં

  • પગરખાં

  • ચહેરો

  • ભમર

  • નાક

  • હોઠ

પાઠ હવે નકશા પર, યાદીમાં નહીં

પાઠોની યાદીમાં સ્ક્રોલ કરવાને બદલે એક સફરે નીકળ. દરેક પાઠમાં રોજિંદા જીવનની કોઈ પરિસ્થિતિમાં વાત કરતાં શીખ, અને દરેક નવો પ્રદેશ ખૂલે ત્યારે જો કે તું કેટલું આગળ વધ્યું છે.

દરેક ટાપુ પર એક પાઠ છે. એક પૂરો કર એટલે બીજો ખૂલે, જેથી આગળ શું શીખવું એ તને હંમેશાં ખબર રહે.

Word Battle

  • ઘાસનું મેદાન

    • શરૂઆતના શબ્દો

    • સંખ્યા અને સમય

    • કૉફી મંગાવવી

    • નવો પરિચય

  • રણ

    • રસ્તો પૂછવો

    • હોટેલમાં ચેક-ઇન

    • બે જણનું ડિનર

    • કંઈક ગરબડ થઈ

  • પર્વત

    • પોતાના કામની વાત

    • નમ્રતાથી અસહમતિ વ્યક્ત કરવી

    • ઇન્ટરવ્યૂમાં જવાબ આપવા

    • સંકોચ વિના હળવી વાતચીત

  • બરફ

    • સામેવાળાનો મત બદલવો

    • બોલતાં બોલતાં વિચારવું

    • રોજની વાતચીતમાં રૂઢિપ્રયોગો

    • આત્મવિશ્વાસથી વાત કરવી

Word Battle

Word Battles માં અસલી ખેલાડીઓને હરાવ

તારા અગાઉના પાઠોના શબ્દો પર 60 સેકન્ડમાં હરીફ કરતાં વધુ સાચા જવાબ આપ. જીત થાય કે હાર, શબ્દો તો વધુ પાકા થશે જ.

તું

Marta

  • બમણા XP

  • ઢાલ

  • વધારાનો સમય

સાચો શબ્દ પસંદ કર

  • gentle

  • પુષ્કળ

ઇનામો મેળવ અને ઉત્સાહ જાળવ

દરેક ઇનામ તને કાલે ફરી શીખવા આવવાનો ઉત્સાહ આપે.

  • Streak

    એક દિવસ ચૂકીશ તો જ્યોત બુઝાઈ જશે. બસ, આટલો જ નિયમ તને રોજ પાછા આવવા પ્રેરે છે.

  • XP

    દરેક પાઠ, મુકાબલા અને સ્ટોરીથી XP મેળવ. એ જ નક્કી કરે છે કે આ અઠવાડિયે લીગમાં તું કયા સ્થાને છે.

  • Almases

    શીખતાં શીખતાં Almases કમા. એનાથી શિક્ષકો, વસ્તુઓ અને આગળ વધવામાં મદદ કરતા બૂસ્ટ ખરીદ.

તને ફાવે ત્યારે

રમતાં રમતાં શબ્દો શીખ, ઇન્ટરેક્ટિવ સ્ટોરીઝ વાંચ

જે શબ્દોમાં તું વારંવાર ભૂલ કરે છે, એ જ શબ્દોથી Word Riderની રમત બને છે. સ્ટોરી સાંભળ, કોઈ પણ શબ્દનો અર્થ જાણવા તેના પર ટૅપ કર અને સવાલોના જવાબ આપ.

લીગમાં આગળ વધ, અંગ્રેજી પર પકડ જમાવ

A1 → B2

દર સોમવારે તું 30 શીખનારાઓના ગ્રૂપમાં જોડાય છે, જ્યાં XP પ્રમાણે ક્રમ નક્કી થાય છે. અઠવાડિયાના અંતે આગળના ક્રમે હોય તો ઉપરની લીગમાં જઈશ, અને છેલ્લાના ક્રમે હોય તો નીચેની લીગમાં.

તારી શરૂઆત અહીંથી

Bronzeમાંથી કોઈ નીચે નથી ઊતરતું. કુલ દસ લીગ છે, અને દર વખતે ઉપરની લીગમાં પહોંચે ત્યારે તને Almases મળે છે.

  • Bronze

  • Silver

  • Gold

  • Sapphire

  • Ruby

શીખનારાઓના અભિપ્રાય

એક અઠવાડિયાથી વધુ સમયથી શીખતા લોકોના ટૂંકા રિવ્યૂ.

  • આખરે એવી એપ મળી જેમાં હું ખરેખર અંગ્રેજીમાં વાત કરું છું!

    L.K.

  • AI શિક્ષક સાથે વાત કરવી આટલી સહજ લાગશે એવું ધાર્યું નહોતું. બોલીને જવાબ આપી શકાય અને વાતચીત દરમિયાન જ સમજવા પણ મળે, એ બહુ ગમે છે.

    M.R.

  • ભાષા શીખવાની ઘણી એપ અજમાવી છે, પણ મોટાભાગની એપમાં અઠવાડિયા પછી એનું એ જ કરીને કંટાળો આવતો. Tutoroમાં વાતચીત કરતાં કરતાં જ પ્રેક્ટિસ થાય છે, એટલે વધારે મજા આવે છે.

    A.S.

  • સૌથી વધુ મજા તો બોલવાની પ્રેક્ટિસમાં આવે છે.

    N.P.

  • ભણવા કરતાં રમવા બેઠાં હોઈએ એવું વધારે લાગે છે. એટલે રોજ ફરી આવવાનું મન થાય છે.

    D.M.

  • જ્યાં હોઉં એ પ્રમાણે બોલીને કે ટાઇપ કરીને વાત કરી શકું છું, એ બહુ ગમે છે.

    S.T.

  • પાઠ ટૂંકા છે, મુદ્દાની વાત કરે છે અને સહેલાઈથી સમજાય છે. બ્રેકમાં જ એક પાઠ પૂરો કરી લઉં છું, બહુ સમય કાઢવો પડતો નથી.

    J.B.

  • શિક્ષક બહુ સરળ શબ્દોમાં સમજાવે છે કે ભૂલ ક્યાં થઈ. ખોટો જવાબ આપું તોય તરત સમજાય છે કે શું સુધારવું.

    E.K.

  • મને તો સૌથી વધુ Word Battles ગમે છે. કોઈની સામે હરીફાઈ કરતાં શબ્દોની પ્રેક્ટિસ કરવાની ઘણી વધારે મજા આવે છે.

    R.V.

  • ટાપુના નકશા પર મારી પ્રગતિ જોઈને બહુ મજા આવે છે.

    C.N.

  • પહેલાં અંગ્રેજી સારી રીતે સમજાતું, પણ બોલવામાં મુશ્કેલી પડતી. Tutoroમાં નિયમિત પ્રેક્ટિસ કરવાથી હવે બોલીને જવાબ આપતી વખતે ઘણી ઓછી ખચકાટ થાય છે.

    I.G.

  • સ્ટોરીઝ સરળ અને કામની છે, ને દેખાવ પણ સરસ છે. અજાણ્યા શબ્દ પર ટૅપ કરીને એનો અર્થ જાણી શકું છું, એ મને ખાસ ગમે છે.

    F.L.

  • અત્યાર સુધી અંગ્રેજી શીખવાની જેટલી એપ્સ અજમાવી, એમાં કદાચ આમાં જ સૌથી વધુ મજા આવી.

    T.A.

  • વાતચીતમાં બધું પહેલેથી નક્કી કરેલું હોય એવું નથી લાગતું, એ મને ગમે છે. ક્યારેક અચાનક કંઈક જુદું પૂછી લઉં તો પણ શિક્ષક સહજ રીતે વાત આગળ વધારે છે.

    V.H.

  • ઉચ્ચારની પ્રેક્ટિસથી ખબર પડી કે વર્ષોથી મારા ઉચ્ચારમાં કઈ ભૂલો થતી હતી.

    P.D.

  • હવે રોજ અંગ્રેજી શીખવાની ટેવ પડી ગઈ છે.

    G.S.

  • Streak, લીગ અને ઇનામોથી મને ખરેખર ઉત્સાહ મળે છે. એપ તો બોલવાની પ્રેક્ટિસ માટે ડાઉનલોડ કરી હતી, પણ રમવાની મજાને લીધે હવે રોજ અભ્યાસ થાય છે.

    B.R.

  • ક્યારેક પાઠ કરવાનું મન ન હોય, બસ અંગ્રેજીમાં વાતો કરીને પ્રેક્ટિસ કરવી હોય. એવા સમયે ખુલ્લી વાતચીતનો વિકલ્પ બહુ કામ આવે છે.

    K.M.

  • મને જેટલું આવડે છે એ પ્રમાણે એપ શીખવે છે. વારંવાર શરૂઆતના જ પાઠ કરવા નથી પડતા.

    H.C.

  • શિક્ષકને ગમે ત્યારે સવાલ પૂછી શકાય છે, એ મને બહુ ગમે છે. ફક્ત પ્રેક્ટિસ કરાવતી એપ વાપરવાને બદલે જાણે મારા માટે જ કોઈ શિક્ષક બેઠા હોય એવું લાગે છે.

    O.J.

  • વાતચીત, રમતો અને સ્ટોરી, બધું સાથે હોય એટલે બહુ મજા આવે છે. રોજ કંઈક અલગ કરવા મળે છે, એટલે એનું એ જ કરતાં હોઈએ એવું લાગતું નથી.

    W.P.

  • થોડાં જ અઠવાડિયામાં અંગ્રેજી બોલવાનો આત્મવિશ્વાસ વધ્યો છે. સૌથી મોટો ફેર એ છે કે હવે બોલતાં પહેલાં મનમાં દરેક વાક્યનો અનુવાદ કરવો પડતો નથી.

    M.C.

  • ભાષા શીખવાની સામાન્ય એપ્સ કરતાં ઘણી વધારે ઇન્ટરેક્ટિવ છે.

    Y.R.

  • AI સાથે વાત કરવા જ હું વારંવાર એપ ખોલું છું. કોઈ વ્યક્તિ સાથે વાત કરતાં જે રીતે બોલવાની પ્રેક્ટિસ થાય, એવી જ પ્રેક્ટિસ અહીં મળે છે.

    A.N.

  • Word Rider રમવાનું શરૂ કરું તો બંધ કરવાનું મન જ નથી થતું.

    D.K.

  • હવે તો મને આગળના પાઠની રાહ હોય છે. અંગ્રેજીના બીજા કોઈ કોર્સમાં આવું ક્યારેય થયું નહોતું.

    L.F.

  • અંગ્રેજી શીખવાની આ રીત એકદમ નવી લાગી. પ્રેક્ટિસ પણ ભરપૂર થાય છે અને રમતોને લીધે કંટાળો પણ નથી આવતો.

    R.S.

  • બોલવાની પ્રેક્ટિસ માટે બહુ સરસ છે. અલગ અલગ ભૂમિકા ભજવીને વાત કરી શકાય એવા વધુ પ્રસંગો ઉમેરે તો મજા આવે.

    N.V.

  • એકંદરે સરસ એપ છે, અને પાઠ પણ ખૂબ વિચારીને બનાવ્યા છે. ક્યારેક ઊર્જા ધાર્યા કરતાં વહેલી ખૂટી જાય છે, પણ એ બહાને આખું અઠવાડિયું થોડો થોડો અભ્યાસ થતો રહે છે.

    E.T.

  • AI શિક્ષક અને બોલવાની પ્રેક્ટિસ કરાવતા પાઠ બહુ સરસ છે. બસ, અવતાર માટે વધુ કપડાં અને એનો દેખાવ બદલવાના વધુ વિકલ્પો મળે તો મજા આવે.

    J.M.

બસ બે મિનિટમાં તારો પહેલો પાઠ શરૂ કર

સોફિયા તો તારી રાહ જ જુએ છે. મફતમાં શીખ, કાર્ડની જરૂર નથી.